રાજકોટમાં સૌપ્રથમવાર હિરપરા પરીવારનું સ્નેહમિલન યોજાશે.સ્નેહમીલનમાં રક્તદાન કેમ્પ, સરસ્વતી સન્માન, અંગદાન અંગેની જાગૃતિ સહિતના અનેક સેવાકીય કાર્યો કરાશે.
રાજકોટમાં પ્રથમવાર સમસ્ત હિરપરા પરીવારનું તા. 05/01/2025, રવીવારે, ધ્રુવીશા પાર્ટી પ્લોટ, મવડી–કણકોટ રોડ, સમરવેવ વોટર પાર્ક સામે, ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજની સામે, રાજકોટ ખાતે સ્નેહમિલન રાખવામાં આવ્યુ છે. શિયાળાની ઠંડીની સિઝનમાં સીવીલ હોસ્પિટલમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. ત્યારે સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે બ્લડ ડોનેશન […]































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































