ગિરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચય અભિયાનને બિરદાવતા સાળંગપુરના હરિપ્રસાદ સ્વામીજી
ગિરગંગા ટ્રસ્ટના ભગીરથ કાર્યોથી ખેડૂતો અને પ્રકૃતિનું કલ્યાણ થશે: હરિપ્રસાદ સ્વામી રાજકોટમાં સંપન્ન થયેલ હનુમાન કથા દરમિયાન ગત શનિવારે સાળંગપુરના સુપ્રસિદ્ધ હરિપ્રસાદ સ્વામીજીએ ગિરગંગા પરિવાર ટ્રસ્ટની કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સ્વામીજીએ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી જળસંચયની પ્રવૃત્તિઓને પ્રત્યક્ષ નિહાળી આશીર્વચન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગિરગંગા પરિવાર ટ્રસ્ટ સૌરાષ્ટ્રમાં જળક્રાંતિ માટે વિખ્યાત સ્વેચ્છિક […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































