રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના નેતૃત્વમાં ગૌ ટેક ટીમની મહાત્મા ફુલે કૃષિ વિદ્યાપીઠના કુલપતિ પ્રો. ડો. વિલાસ ખારચે સાથે ”ગૌ ટેક ૨૦૨૬” અન્વયે મહત્વપૂર્ણ મુલાકાત.
ગૌ આધારિત નવીનતા અને વૈજ્ઞાનિક અભિગમને રાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ડૉ. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગૌટેક (GauTech) ટીમે મહાત્મા ફુલે કૃષિ વિદ્યાપીઠ, રાહુરી (મહારાષ્ટ્ર) ના કુલપતિ માનનીય પ્રો. ડો. વિલાસ ખારચે સાથે શિષ્ટાચાર મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્યાન ગૌ ટેક – ૨૦૨૩ ની સફળતા અંગે તેમજ આગામી “ગૌ ટેક ૨૦૨૬” […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































