જળક્રાંતિના મશાલચી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ડોડીયાળામાં જળસંચય અંગે વિશેષ ગ્રામસભા મળી
વરસાદી પાણીના ટીપે-ટીપાનો સંગ્રહ એ જ આવનારી પેઢીની સાચી મૂડી: દિલીપભાઈ સખીયા જસદણ તાલુકાના ડોડીયાળા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે ૩૧ ડિસેમ્બરને બુધવારે સાંજે ૬ કલાકે બુટ ભવાની મંદિરના સાનિધ્યમાં એક વિશાળ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના ખેડૂતો દ્વારા પહેલી જ મીટીંગમાં ૫ લાખ નો ફાળો થયો. વરસાદી પાણીના […]















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































