કાલાવડના આણંદપર ગામે ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ દ્વારા ચેકડેમનું ખાતમુહૂર્ત
કાલાવડ તાલુકાના આણંદપર ગામે જળ સંરક્ષણ અને ખેતીના ઉત્કર્ષ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. નવનિર્મિત થનારા ચેકડેમનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, “પાણી એ આવનારી પેઢી […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































