કચ્છના ગૌપ્રેમી મેઘજીભાઈ હીરાણીના પુત્ર અને પુત્રીના લગ્ન સંપૂર્ણ હિન્દુ રિતીરીવાજ મુજબ યોજાશે.આધુનીક લગ્ન અને ભપકાદાર સમારંભો યોજવાને બદલે હિન્દુ સંસ્કૃતિને અનુરૂપ લગ્ન યોજી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડતા મેઘજીભાઈ હીરાણી.કચ્છમાં ગાયને કેન્દ્રમાં રાખીને થશે અનોખાં અને ઉદાહરણરૂપ સાત્વિક લગ્ન.
કચ્છના નાની નાગલપર(અંજાર-કચ્છ)ગામના વતની અને ગૌસેવક મેઘજીભાઈ રવજીભાઈ હીરાણી તથા અ.સૌ. હિરલબેન મેઘજીભાઈ હીરાણીના પુત્ર ચિ. રાહુલના શુભ લગ્ન હિંમતગિરી પુરુષોતમિંગરી ગોસ્વામી તથા અ.સૌ. હેમલતાબેન હિમતગિરીની સુપુત્રી ચિ. ડિમ્પલ સાથે તથા પુત્રી ચિ. દિપીકાના શુભલગ્ન રવજીભાઈ માવજીભાઈ કારા તથા અ.સૌ. તેજબાઈ રવજીભાઈ કારાના સુપુત્ર ચિ. રાજેશ સાથે વિક્રમ સવંત-2081, પોસ વદ- સાતમ્ ને મંગળવાર તા. […]