પર્યાવરણ પ્રેમી પરસોતમભાઈ વેકરીયાએ પોતાના ઘરમાં આવતા તમામ પ્રસંગોમાં 511 વૃક્ષોનું વાવેતર કરીને પ્રસંગોની ઉજવણી કરી. સમાજને અને પર્યાવરણને ઉપયોગી થવાનો એક નવો જ રાહ ચીંધતા પરસોતમભાઈ વેકરીયા પ્રદૂષણને કારણે પર્યાવરણ બગડયું છે ત્યારે વૃક્ષો જ બનશે તારણહાર.
ખેડૂત પરીવારમાં ઉછરેલા, શીક્ષક પરસોતમભાઈ વેકરીયા તથા તેમના ધર્મપત્ની ભારતીબેન વેકરીયા પર્યાવરણ પ્રેમી છે, ઘણા વર્ષોથી સદભાવના વૃધ્ધાશ્રમની વૃક્ષારોપણની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. ઘણા વૃક્ષોનું વાવેતર કરી ચૂકયા છે, વૃક્ષો દતક પણ લઈ ચૂકયા છે. હાલમાં પરસોતમભાઈના નવા ઘરમાં ગૃહ પ્રવેશ નિમીતે તથા તેમના મોટા પુત્ર ડો. હાર્દિક વેકરીયા તથા ડો. નિધીબેન વેકરીયાને ત્યાં દિકરી […]