તામિલનાડુનાં તંજાવુર તીર્થમાં રામકથા ‘માનસ હરિભજન’ ગાન સાથે વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ હાલમાં જ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટ ખાતે યોજાયેલ રામકથાનો ઉલ્લેખ કરીને વૃક્ષારોપણનાં અભિયાનમાં જોડાવવા અનુરોધ કર્યો.
સદભાવના વૃદ્ધાશ્રમનો 151 કરોડ વૃક્ષોના વાવેતર-ઉછેરનો મહાસંકલ્પ. સદભાવના વૃદ્ધાશ્રમે અત્યાર સુધીમાં દેશીકુળના લીમડો,પીપળો, પીપળ, વડ, ઉંબરો,આંબલી સહિતના 30 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કર્યું છે. પ્રદૂષણને કારણે પર્યાવરણ બગડયું છે ત્યારે વૃક્ષો જ બનશે તારણહાર. શાસ્ત્રોના મતે વૃક્ષો બને છે માણસના તારણહાર. સદભાવના વૃદ્ધાશ્રમનાં નવનિર્મિત ભવનનાં લાભાર્થે અને વૃક્ષો અને વડીલો માટે હાલમાં જ […]