સમસ્ત મહાજન દ્વારા ‘ગૌમાતા પોષણ યોજના’ વિષે માહિતી આપતા વેબિનારનું આયોજન

          માર્ગદર્શન આપશે રાજયની રજીસ્ટર્ડ ગૌશાળાઓ અને પાંજરાપોળો તથા ગ્રામ પંચાયતોને નાણાંકીય વર્ષ-૨૦૨૩–૨૪ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના, પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ ગૌશાળા–પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની યોજના આઈ-ખેડૂત પોર્ટલ પર મુકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો બોર્ડની Website: http://gauseva.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. એપ્રિલ–૨૦૨૩ થી જુન–૨૦૨૩ ના તબકકાની સહાય માટે તા. ૨૫/૦૮/૨૦૨૩ થી તા. ૧૪/૦૯/૨૦૨૩ દરમ્યાન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે. […]

ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા કાલાવડ તાલુકાના ખડ ધોરાજી ગામ ખાતે ચેકડેમ ઉંડો બનાવવા માટેનું કાર્ય શરૂ કરાયું.

ગીરગંગા ટ્રસ્ટ દ્રારા ચેક ડેમ રીપેરીંગ તેમજ નાનામોટા ડેમો બનાવીને પાણીને બચાવવાનું ભગીથર કાર્ય થઈ રહયું તે અંતર્ગત કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામની સીમમાં આવેલ ચેકડેમ છીછરો હોવાથી ભર ચોમાસે ખાલી થઈ ગયેલ હાલતમાં હતો તે ચેકડેમ ગીરગંગા ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી જેસીબી હિટાચી ટ્રેકટર દ્વારા ઉંડો કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ચેકડેમ ઉંડો કરવાના […]

સમસ્ત મહાજન અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા નિ:શુલ્ક ‘શાકાહાર જન જાગૃતિ અભિયાન’ શરુ કરવામાં આવ્યો

સમસ્ત મહાજન અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા નિ:શુલ્ક ‘શાકાહાર જન જાગૃતિ અભિયાન’ શરુ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત વિવિધ શાળા સંકુલો, સંસ્થાઓમાં કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ જઈને ‘સ્વસ્થ જીવન શૈલી’ વિષે સંવાદનું આયોજન કરે છે. વર્તમાન સમયમાં ચારેબાજુ પ્રદુષિત વાતાવરણને કારણે માણસોને ઘણા રોગો, સ્વાસ્થ્યને લગતી વિવિધ સમસ્યાઓનો સામનો કરવો […]

તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પોતપોતાના સંગઠનમાં અને તમામ રાજ્ય સરકારોમાં પણ “દિવ્યાંગ સેલ વિભાગ” બનાવવામાં આવે તેવી રાજ્ય કક્ષાએ તેમજ કેન્દ્રીય કક્ષાએ મિત્તલ ખેતાણી દ્વારા રજૂઆત કરાઈ  

તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પોતપોતાના સંગઠનમાં “દિવ્યાંગ સેલ વિભાગ” બનાવવામાં આવે તેવી રાજ્ય કક્ષાએ તેમજ કેન્દ્રીય કક્ષાએ મિત્તલ ખેતાણી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સને–૨૦૧૬ ના વિકલાંગધારા મુજબ ભારત સરકાર તરફથી ૨૧ કેટેગરીને વિકલાંગ ધારામાં સમાવેશ કરવામાં આવેલ છે. આ બધા દિવ્યાંગની સંખ્યા શહેર, જિલ્લા અને સમગ્ર દેશમાં મળીને ખુબ જ મોટી સંખ્યામાં થાય છે. […]

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ‘સાત્વિક આહાર’  વેબીનાર શ્રેણીનું આયોજન

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા ‘સાત્વિક આહાર’  વેબીનાર શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. વેબીનારમાં આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાની ‘ભોજન હી ભૈસજ – ઉપવાસ, એકાદશી, ફળઆહાર’ વિષય પર માર્ગદર્શન આપશે. આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાની ગર્ભોપનિષદ ફાઉન્ડેશન જામનગર (ગુજરાત)નાં સ્થાપક, આયુર્વેદ ચિકિત્સક, પંચકર્મ ફેકલ્ટી, તાલીમ નિષ્ણાંત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નાં પ્રશિક્ષિત સ્વયંસેવક, બી.જે.પી ગુજરાતનાં […]

જૈન આચાર્ય લોકેશજીનાં ભારત આગમન સમયે દિલ્હી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આચાર્ય લોકેશજીએ સમગ્ર વિશ્વમાં ભારત દેશ અને સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે – રામાનુજાચાર્ય પુંડરીકાક્ષા આ સન્માન મારું નથી, ભારતીય સંસ્કૃતિ અને ભગવાન મહાવીરનાં સિદ્ધાંતોનું સન્માન છે – આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીનું વિશ્વ મંચ પર ધર્મ, સંસ્કૃતિ અને દેશને ગૌરવ અપાવ્યા બાદ સ્વદેશ પરત ફરતા દિલ્હી એરપોર્ટ […]

20 ઓગસ્ટથી 24 ઓગસ્ટ, “વર્લ્ડ વોટર વીક”

સમગ્ર વિશ્વમાં 20 ઓગસ્ટથી 24 ઓગસ્ટ, “વર્લ્ડ વોટર વીક” ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમજ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિન પ્રતિદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. સનાતન સંસ્કૃતિમાં તો  જળને દેવનું […]

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા “ગોકુલમ્” નામના લાઈવ વેબિનાર સિરીઝમાં 6 ઠા વેબીનાર યોજાયો હતો.           

                                          વિશ્વમાં પ્રથમ વખત ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) ગૌ સંવર્ધન પર આધારિત એક કાર્યક્રમ અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થાને સમર્પિત વ્યક્તિત્વ સાથેના સંવાદોની શ્રેણી તરીકે લાઈવ વેબિનાર ‘ગોકુલમ’ સિરીઝનું આયોજન થયું છે. આ વેબિનાર સિરીઝ ગૌ સંવર્ધન, ગૌ રક્ષણ , ગૌ આધારિત અર્થ વયસ્થાના પુન:નિર્માણ  પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ […]

મંગળવારે ગાંધીનગર ખાતે સમસ્ત મહાજન દ્વારા જરૂરિયાતમંદ પાંજરાપોળોને 1 કરોડ એકાવન લાખની ધનરાશિ મુખ્યમંત્રીનાં વરદ હસ્તે અર્પણ કરાશે

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય,  રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. ૨૧ વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે […]

19 ઓગસ્ટ, “વિશ્વ માનવતાવાદી દિવસ”

1980 નાં દાયકાથી “વિશ્વ માનવતાવાદી દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માનવતાવાદી દિવસ એ જે માનવતાવાદી કર્મચારીઓએ માનવતાવાદી કારણોસર પોતાનું જીવન ગુમાવ્યું હોય તેમને સમર્પિત છે. તેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વમાં હ્યુમનિસ્ટ્સને ધ્યાનમાં રાખીને, વિશ્વમાં હકારાત્મકતા લાવવા માટે માનવતાવાદ વિશેની સભાનતા પ્રગટાવવાનો છે. યુએનના બગદાદના મુખ્ય મથક પર બોમ્બ ધડાકામાં વિએરા ડી મેલો અને તેના 21 […]