ચૈત્રી નવરાત્રીનાં પવિત્ર દિવસો નિમીતે સમગ્ર રાજ્યમાં કતલખાનાઓ બંધ રાખવા, માંસ મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા અંગે તમામ રાજ્યનાં મુખ્યમંત્રીશ્રીઓને શ્રી કરુણા ફાઉન્ડેશનની રજૂઆત
આગામી તા. ૩૦/૦૩/૨૦૨૫, રવીવાર થી તા. ૦૭/૦૪/૨૦૨૫, સોમવાર સુધી ચૈત્રી નવરાત્રીનાં પવિત્ર દિવસો દરમ્યાન ભારતની ધર્મપ્રેમી જનતા, ઉપવાસ, એકટાણા, ધ્યાન કરી ‘માં નવદુર્ગા‘ની ભકિતમાં તલ્લીન થતાં હોય છે. હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનું અનેરૂ મહત્વ હોય છે. આ પવિત્ર પર્વ નિમીતે દેશનાં તમામ રાજયના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના તમામ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































