સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશ શાહ દ્વારા મુખ્યમંત્રીશ્રીને ગૌમાતા પોષણ યોજના અને પશુકલ્યાણ સંબંધિત નીતિઓમાં સુધારાઓ કરવા માટે રજૂઆત કરાઈ.
વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન દ્વારા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં માનદ સદસ્ય ડો. ગીરીશ શાહ દ્વારા ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગૌમાતા પોષણ યોજના અંતર્ગત સબસીડી પ્રતિ પશુ પ્રતિ દિવસની હાલની રુ. 30 આપવામાં આવે છે તેની જગ્યાએ વધતી […]






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































