સંસ્કાર સિંચનનો મહાકુંભ અંતર્ગત “ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા – 2025” ઇનામ વિતરણ સમારોહ યોજાશે

તા. 28-3-2025, શુક્રવાર સમય: સાંજે 4:45 કલાકે સ્થળ: અપર ઓડિટોરિયમ, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર સંસ્કાર સિંચનનો મહાકુંભ અંતર્ગત “ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા – 2025” ઇનામ વિતરણ સમારોહ યોજાશે.ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને “સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન” દ્વારા આયોજિત “ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા – 2025″ એ યુવા પેઢીને સત્ય સનાતન ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના […]

27 માર્ચ, “વિશ્વ રંગભૂમિ દિવસ”

અભિનય એટલે રંગમંચ ઉપર આપવાની દરરોજની પરીક્ષા ઊભા છીએ તખ્તાના પીળા પ્રકાશે,ઢળી પણ પડીશું તો અભિનય ગણાશે! -ગની દહીંવાલા સમગ્ર વિશ્વમાં 27 માર્ચનો દિવસ “વિશ્વ રંગભૂમિ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી નો પ્રારંભ વર્ષ 1961માં “આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન” દ્વારા કરવામાં આવ્યો હતો. રંગભૂમિનાં મૂળ વેદ-ઉપનિષદમાં જોવા મળે છે. જે સૃષ્ટિ ઈશ્વરે […]

વિશ્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર મોરારિબાપુનીપ્રેરણાથી તલગાજરડા બની રહ્યું છે સૌરગ્રામ

રામકથાનાં સરળ માધ્યમથી વિશ્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર મોરારિબાપુની પ્રેરણાથી તેમનું વતન તલગાજરડા સૌરગ્રામ બની રહ્યું છે. ધર્મપ્રેમી ઉદ્યોગપતિ દાતા ( શિવમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ) ઘનશ્યામભાઈ શંકરનાં મનોરથ સહયોગ સાથે આ પ્રકલ્પનો શુભારંભ થયો છે. મહુવા પાસેનું તલગાજરડા ગામ એટલે મોરારિબાપુનું ગામ. આ ગામ હવે સૂર્ય ઉર્જાથી ઝળહળાટ કરતું થશે. પ્રારંભિક તબક્કે અહીંના ચાર સો […]

ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાજકોટ કલેકટર કચેરીમાંશ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન નાં સહકારથીકુંડા-માળા મુકાયા

ભારત સરકારનાં જીવજંતુ કલ્યાણ બોર્ડની માર્ગદર્શીકા મુજબ તથા ગુજરાત સરકારના પ્રાણી કલ્યાણ બોર્ડની ગાઈડલાઈન અનુસાર રાજયની તમામ સરકારી કચેરીઓમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુ-પક્ષીઓને સાતા મળે તેવા શુભ હેતુથી રાજકોટની કલેકટર કચેરીમાં, સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા. જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન નાં સહકારથી ચકલીના માળા, […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પાણી બચાવો કાર્ય માટે ખાંભા GIDC ઇન્ડસ્ટ્રીઝ એસો. નાપ્રમુખ ભરતભાઈ ટીલવા દ્વારા ૧૦ સોસાયટીના મેમ્બર્સ સાથે ભવ્ય મિટિંગનું આયોજન

ખાંભા GIDC ઇન્ડસ્ટ્રીઝ એસો. ના પ્રમુખ ભરતભાઈ ટીલવા દ્વારા રાજકોટ શહેરમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ બાજુની અલગ-અલગ ૧૦ થી વધુ સોસાયટીના એપાર્ટમેન્ટના લોકોને પાણીનું યોગ્ય જતન કરવાની માહિતી મળે તેવા હેતુથી ભવ્ય મિટિંગનું આયોજન કરેલ. આજે દિવસે દિવસે લોકો પાણીનો વધુમાં વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. તેથી જમીનના તળમાં પાણીના ખુબ જ ઉંડા જતા રહ્યા છે. […]

પર્યાવરણ માટે હાનિકારક એવું કોનોકાર્પસ

દેશી કૂળના વૃક્ષો વાવીને સંસ્કૃતિની જાળવણી કરીએ ભારત દેશમાં શહેરીકરણ અને ઉદ્યોગીકરણનાં કારણે લીલા જંગલો કપાતા જાઈ છે અને તેના સ્થાને કોન્ક્રીટ કે સિમેન્ટના જંગલો ઊભા થયા છે. જેમ કોઈ પણ ક્રિયાની પ્રતિક્રિયા હોય તેમ આપણા સમાજમાં વૃક્ષ છેદન કરનારની સામે વૃક્ષોનું વાવેતર અને પર્યાવરણનું જતન કરનારો જાગૃત વર્ગ પણ જોવા મળે છે. પરંતુ ઘણી […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલ જળ સંચય જાગૃતિ અભિયાનમહારેલી મા રાજકોટની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ જોડાયા

આજનો દિવસ એટલે વિશ્વ જળ દિવસ ખાસ કરીને વાત કરીએ તો જ્યારે આજથી બે મહિના પછી વરસાદની શરૂઆત થવાની શક્યતા હોય તેની પહેલા લોકો યોગ્ય રીતે વરસાદના પાણીને જતન કરી શકે તેવા હેતુથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને સમાજ ના જીવદયા પ્રેમીઓ, ઉદ્યોગપતિઓ, દાતાઓ અને ખાસ કરીને જે દેશનું ભવિષ્ય છે. તેવા સ્કૂલ/ કોલેજના વિદ્યાર્થીઓ આ રેલીમાં વરસાદી પાણીનું […]

પ્રદેશ ભાજપના અગ્રણી એડવોકેટ મનીષ ભટ્ટનો જન્મદિન

રાજકોટનાં જાહેર જીવનનાં અગ્રણી, રાજકોટ શહેર ભાજપનાં પૂર્વ ઉપાધ્યક્ષ મનીષ ભટ્ટનો 55 મો જન્મદિન છે. બાલ્યાવસ્થાથી જ રાષ્ટ્રવાદી વિચારધારાને આધારીત રાજનીતી, સેવાક્ષેત્રને વરેલા મનીષ ભટ્ટ – રાજકોટ શહેર યુવા ભાજપનાં મંત્રી, ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મંત્રી, રાજકોટ શહેર ભાજપનાં મંત્રી અને ઉપાધ્યક્ષ તરીકે યશસ્વી જવાબદારી વહન કરી ચુકયા છે.વેસ્ટર્ન રેલ્વેના ZRUCCના સક્રિય સભ્ય […]

22 માર્ચ, “વિશ્વ જળ દિવસ”

જળ એ જ જીવન પાણી ને ફૂટી છે વાણી, મને વાપરો જાણી જાણી નીર છે તો નુર છે, બાકી દુનિયા ધૂળ છે જો પાણી જાય એળે, તો દુઃખ આવે આપમેળે સમગ્ર વિશ્વમાં “વિશ્વ જળ દિન” દર વર્ષે 22 માર્ચનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું […]

સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશ શાહ દ્વારા ભારત સરકાર પશુપાલન મંત્રી, તમામ રાજ્યનાં મુખ્યમંત્રીશ્રીઓ, પશુપાલન મંત્રીઓ, પશુપાલન વિભાગના સચિવોને ગાયની દાણચોરી અને કતલ સામે કડક કાયદાનો અમલ કરવા માટે રજૂઆત કરાઈ

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન દ્વારા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં માનદ સદસ્ય ડો. ગીરીશ શાહ દ્વારા ગાયની દાણચોરી અને કતલ સામે કડક કાયદાનો અમલ કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને અપનાવવા રજૂઆત કરાઈ. પ્રાણી કલ્યાણ અને સ્થાનિક પશુધનના રક્ષણ માટેના સરકારશ્રી દ્વારા […]