કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શનિવારે “Ipositive” વિષય પર ગ્રોથ સેશન, જે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ઓનલાઇન પ્લેટફોર્મ પર લાઇવપ્રસારણ

જાણીતા પોઝિટિવ ગ્રોથ કોચ, મોટિવેશનલ સ્પીકર અને ‘Ipositive’ મૂવમેન્ટના સ્થાપક હર્ષલ માંકડ આપશે ટ્રેનિંગ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા.15 નવેમ્બર, શનિવાર 2025ના રોજ સાંજે 06:00 થી 08:00 વાગ્યા સુધી “Ipositive” વિષય પર જાણીતા પોઝિટિવ ગ્રોથ કોચ, મોટિવેશનલ સ્પીકર હર્ષલ માંકડનું ગ્રોથ સેશન રાખવામાં આવ્યું છે, જે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ઓનલાઇન પ્લેટફોર્મ પર લાઇવ બતાવવામાં […]

શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

તુલસી       : મેલેરીયા, વાઈરલ ઈન્ફેક્શન, તાવ, શરદી મટાડે છે. લીલી ચા    : વાઈરલ ઈન્ફેક્શન, શરદીમાં ઉપયોગી નીવડે છે. અજમો       : પેટના દુઃખાવા માટે શ્રેષ્ઠ છે. ફુદીનો        : અગ્નિમાંઘ, પેટનો દુઃખાવો, શરદી, તાવમાં ઉપયોગી છે. ગળો          : જુનો તાવ, એસીડીટી, ગાઉટ, વૃદ્ધાવસ્થામાં સારી છે. કુવારપાઠુ   : દાઝવા પર, સૌંદર્યને લગતા- રોગો, […]

14 નવેમ્બર, “બાળ દિવસ”

હતું અહંભવ વગરનું બાળપણ, જાણે એ કપટ વિનાનું ભોળપણ એ જ સાકર પણ અને ગોળ પણ, યાદ આવે છે બાળપણનું ગળપણ દર વર્ષે 14 નવેમ્બરનાં દિવસને “બાળ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. UN દ્વારા 20 નવેમ્બર, 1954નાં રોજ બાળ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી જ્યારે ભારતમાં પંડિત જવાહરલાલ નહેરુનાં નિધન પહેલા 20 નવેમ્બરનાં રોજ […]

ગીરગંગા દ્વારા જલ આધારિત ઓનલાઈન ક્વિઝ અને જલ સાહિત્ય ઉત્સવ

કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા ગુગલ લિંકનું લોન્ચિંગ કરશે અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે યોજાશે ગરિમાપૂર્ણ સમારોહ        જળસંચય દ્વારા સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ અર્થે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી 15, 16 અને 17 ડિસેમ્બરના રોજ વિશ્વવિખ્યાત કવિ અને યુગ વક્તા ડો. કુમાર વિશ્વાસના વ્યાસાસને અભૂતપૂર્વ, અપૂર્વ અને વૈશ્વિક ‘જલકથા : અપને અપને શ્યામ કી’નું આયોજન […]

13 નવેમ્બર, “વિશ્વ દયા દિવસ”

દયા ધર્મ કા મૂલ હૈ, પાપ ભૂલ અભિમાન. તુલસીદાસ કહે, દયા નવ છોડીયે જબ તક હૈ ઘટ મેં પ્રાણ. વિશ્વભરમાં, 13 નવેમ્બરને “વિશ્વ દયા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ કોઈની પ્રત્યે દયા બતાવવા અને કોઈને તેમના કામથી ખુશ કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે, 20 વર્ષ પહેલાં, જાપાનીઝ ‘વર્લ્ડ મૂવમેન્ટ’ને સમર્પિત કોન્ફરન્સ […]

મુંબઈની વડી અદાલતમાં બે ટકા સેશના જજમેન્ટ અંગે ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર, ચર્ચગેટ ખાતે એસોશિએશન ફોર ઓલ ટ્રસ્ટની મીટિંગ યોજાઈ

સર્વ ધર્મના પ્રતિનિધિઓએ હાજર રહી માર્ગદર્શન આપ્યું. ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર ખાતે એસોશિએશન ફોર ઓલ ટ્રસ્ટની મીટિંગ આયોજિત થઈ હતી. જેમાં મુંબઈની વડી અદાલતમાં બે ટકા સેશના જજમેન્ટ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં અનેક ધર્મોના પ્રતિનિધિત્વો અને અનેક વિદ્વાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરેએ સભાને માર્ગદર્શન આપ્યું હતું. આ બાબતમાં મુખ્ય પ્રધાનને મળીને એક આવેદન પત્ર […]

12 નવેમ્બર, ‘બર્ડમેન ઓફ ઇન્ડિયા’ તરીકે જાણીતા સલીમ અલીનો જન્મદિવસ

સલીમ અલીએ પોતાનું લગભગ આખું જીવન પક્ષીઓની શોધ અને અભ્યાસ માટે સમર્પિત કર્યું. સલીમ અલી (12 નવેમ્બર 1896 – 20 જૂન 1987) એ ભારતીય પક્ષીવિદ અને પ્રકૃતિવિદ હતા. તેઓ ‘બર્ડમેન ઓફ ઇન્ડિયા’ તરીકે જાણીતા છે. તેમણે પક્ષીઓ વિષે સંખ્યાબંધ પુસ્તકો પણ લખ્યા છે. હાલ સાઇલેન્ટ વેલી નેશનલ પાર્ક તરીકે જાણીતા ઉદ્યાનનુ નિકંદન અટકાવવામાં સલીમ અલીનો […]

1 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”

ભણતર થકી જ શક્ય છે ગણતર, ઘડતર અને જીવનનું ચણતર ભારત દર વર્ષે 11 નવેમ્બરનાં રોજ “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”ની ઉજવણી ભારતનાં પ્રથમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિની ઉજવણી માટે કરે છે. મૌલાના આઝાદનો જન્મ 11 નવેમ્બર, 1888નાં રોજ થયો હતો. આઝાદી પછી 1952માં મૌલાના આઝાદ ઉત્તર પ્રદેશનાં રામપુર જિલ્લામાંથી સાંસદ તરીકે ચૂંટાયા […]

જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક

આજના યુગમાં ખેતી માટે જમીન હોવી જરૂરી નથી. વર્ટિકલ ફાર્મિંગની નવીન અને આધુનિક ખેતી પદ્ધતિના સહારે હવે તમે તમારા ઘરની દીવાલો પર જ ખેતી કરી શકો છો. ફળો અને શાકભાજી ઉગાડી શકાય તેવી આ પદ્ધતિ પર્યાવરણ માટે પણ લાભદાયક છે અને ઓછી કિંમતમાં વધુ નફો મેળવવાનો સારો વિકલ્પ છે. દેશભરમાં અનેક ખેડૂતો એવા છે, જેમને […]

રાજ્ય સરકારગુજરાતની તમામ પાંજરાપોળ ગૌશાળાને કમૌસમી વરસાદના કારણે થયેલ નુકશાનીમાં રાહત આપવા તાત્કાલિક રાહત પેકેજની જાહેરાત કરે.

રાજ્ય સરકારને રજૂઆત કરતા કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ હાલમાં ગુજરાતમાં કમૌસમી વરસાદના કારણે ધરતીપુત્રોના તૈયાર પાક પાણીમાં પલળી જવાને કારણે મસમોટી નુકશાન થવાના કારણે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને 10 હજાર કરોડના રાહત પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવી છે તે બદલ ગુજરાત સરકાર અભિનંદનને પાત્ર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેમ ખેડૂતોને પોતાના ખેતરમાં તૈયાર પાક […]