રાજકોટમાં ધીરગુરૂદેવના સાનિધ્યે 15 કરોડના ખર્ચે આધુનિક ‘વિરાણી બહેરા-મૂંગા શાળા સંકુલ’ની રવિવારે દેશ-વિદેશના દાતાઓની હાજરીમાં ઉદ્દઘાટન વિધિ. એકવાર સહ પરિવારે દિવ્યાંગ મૂક બધીર બાળકોની મુલાકાત લઈને આપણા જીવનમાં મળેલી ઇન્દ્રિયોનો સદુપયોગ થાય છે કે નહીં તે જુઓ : પૂ. ધીરજમુનિ મ.સા.
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં છેલ્લા 60 વર્ષથી કાર્યરત દિવ્યાંગ મૂક-બધિર બાળકોને શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ આપનાર સંકુલનું ગોંડલ સંપ્રદાયના શતાધિક ધર્મસ્થાનકના નિર્માણ પ્રણેતા પરમશ્રદ્ધેય પૂ. ગુરુદેવ શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબની અસીમકૃપાથી સંપૂર્ણ સંકુલનું નૂતનીકરણ દેશ-વિદેશના ઉદારદિલ દાતાઓના સહયોગથી કરવામાં આવેલ છે. પરમશ્રદ્ધેય પૂ. શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી ૬૫ હજાર સ્કેવર ફીટ બાંધકામની જવાબદારી જાણીતા બિલ્ડર્સ અને દાનવીર […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































