જળ એ જ જીવન: ડી એલ વાલ્વ કંપનીના માલિક ભરતભાઈ ટીલવા અને શ્રમિકોનો જળસંચય યજ્ઞ‘ટીપે ટીપે સરોવર ભરાશે’
કર્મચારીઓના સ્વેચ્છિક દાનમાં માલિક પણ સમાન હિસ્સો ઉમેરી ગીરગંગા પરિવાર ટ્રસ્ટને આપશે સહયોગ: સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ વર્તમાન સમયમાં જ્યારે પાણીની એક-એક બુંદ કિંમતી બની રહી છે, ત્યારે ડી એલ વાલ્વ કંપનીના કર્મચારીઓ અને માલિકે સાથે મળીને સમાજ સેવા અને જળસંચયનો એક નવો પથ કંડાર્યો છે. તાજેતરમાં કંપનીના પ્રાંગણમાં આયોજિત એક વિશેષ બેઠકમાં કંપનીના માલિક […]



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































