પક્ષીઓથી ઘણું શીખવા જેવું છે

૧. તેઓ રાતે કંઈ ખાતા નથી. ૨. તેઓ રાતે ક્યાંય ફરતા નથી. ૩. તે પોતાની જાતે જ પોતાના બાલ બચ્ચાઓને તાલીમ આપે છે. ટ્રેઈન થવા / કરવા બીજા પાંસે મોકલતા નથી. ૪. તેઓ ઠાંસી ઠાંસીને કદી ખાતા નથી. તમે કેટલાય દાણા નાખ્યા હોય તો પણ થોડુ ખાઈને ઉડી જશે. વળી જોડે 1 દાણોય            […]

જીવદયા,માનવતા પ્રવૃતિઓ સાથે જન્મદિનની ઉજવણી કરશે ધર્મ ખેતાણી

યુવા સેવાભાવી અગ્રણી મિતલ ખેતાણીના સુપુત્ર ધર્મ ખેતાણીનો તા.23 ના રોજ અગીયારમાં વર્ષમાં સેવામય મંગલ પ્રવેશ. જાહેર જીવનના વરિષ્ઠ, સહકારી અગ્રણી સ્વ.નરોતમભાઈ ખેતાણી તેમજ ગં.સ્વ.હરદેવીબેન ખેતાણીનાં પૌત્ર, યુવા સેવાભાવી અગ્રણી અને ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયની નેશનલ એડવાઇઝરી કમિટી મેમ્બર, ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની  એવોર્ડ & ઈવેન્ટ કમિટી મેમ્બર, ગુજરાત સરકારના  […]

નવરાત્રી  પર્વ નિમિતે એનીમલ હેલ્પલાઈનને અનુદાન આપવા અપીલ

સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા. જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈનની 21 વર્ષની જીવદયા યાત્રા ૧૧ એમ્બ્યુલન્સ, ત્રણ બાઇક એમ્બયુલન્સ તેમજ નિઃશૂલ્ક વેટરનરી હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં 13 લાખ જેટલા જીવોની વિનામૂલ્યે સ્થળ ઉપર જ સારવાર જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, વેરાવળ, બોટાદ સહિતના ૩૦ સેન્ટરોમાં એનીમલ હેલ્પલાઈન ચાલુ કરાવવામાં રાજકોટની ટીમ નીમીત બની. વાર્ષિક છ કરોડના માતબર ખર્ચે સેવારત […]

21 સપ્ટેમ્બર,  “આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ”

વિશ્વ શાંતિ અમર રહો “આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ” સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા 1981માં જાહેર કરવામાં આવ્યો. સપ્ટેમ્બર 1982ની 21 સપ્ટેમ્બરનાં રોજ પ્રથમવાર તેની ઉજવણી કરવામાં આવી. “વિશ્વ શાંતિ દિવસ” ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સદભાવનો સંદેશો ફેલાવવાનો છે. ઝાડની ડાળી પર બેઠેલું સફેદ કબૂતર એ શાંતિનું પ્રતિક છે. વિવિધ ધર્મોમાં કબૂતરને શાંતિનું દૂત […]

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય અને પટેલ સેવાસમાજ (ફીલ્ડમાર્શલ)ના ટ્રસ્ટી દિનેશભાઈ અમૃતિયાનો તા. ૨૦નાં રોજ જન્મ દિવસ

જન્મ દિવસના દિવસે અનેકવિધ હોદ્દેદારો અને મહાનુભાવો દ્વારા અભિનંદન ની વર્ષા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય દિનેશભાઈ અમૃતિયાનો તા. ૨૦ નાં રોજ જન્મદિવસ છે. મૂળ ઉપલેટાના અને ઘણા વર્ષોથી રાજકોટને કર્મભૂમિ બનાવી સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતનાં જાહેર જીવનમાં અનેકવિધ પ્રવૃત્તિઓ થકી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલા સૌરાષ્ટ્રના જાણીતા અને પેરેડાઈઝ હોલના માલિક દિનેશભાઈ અમૃતિયાનો  તા. ૨૦ નાં […]

પ્રફુલભાઈ સેંજલિયા દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વસ્થ જીવન, ઝેરમુક્ત પાક અને સમૃદ્ધ ભવિષ્ય જીવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવશે.

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’માં તા, 21 સપ્ટેમ્બર રવિવારના રોજ “પ્રાકૃતિક કૃષિ સંમેલનનું” આયોજન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિત્તે યોજાનાર સેવા પખવાડીયાના પાવન અવસર પર પ્રાકૃતિક ખેતીના આગેવાનોનો સહભાગ અને ગૌપૂજનનો ભવ્ય કાર્યક્રમ કિશાન ગૌશાળા દ્વારા તા. 21 સપ્ટેમ્બર રવિવારના રોજ સાંજે 04:00 કલાકેથી “પ્રાકૃતિક કૃષિ સંમેલનનું” આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રફુલભાઈ […]

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈના જન્મદિન નિમિતે સેવા પખવાડિયા અવસરે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની વીશેષ ઉપસ્થિતિમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયાનું ૧૩૪મું રક્તદાન

ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં સેવા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે. યશસ્વી ઓજસ્વી, પરમ રાષ્ટ્રભક્ત, ૨૧ મી સદીના ભવ્ય અને દિવ્ય ભારતના સ્વપ્ન દ્રષ્ટા માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ ભારતને આર્થિક અને સાંસ્કૃતિક મહાસત્તા બનાવવા જ્યારે અથાર્ગ પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે તેમના સ્વસ્થ દીર્ઘાયુ, સુખમય અને કાર્યરત સમર્પિત જીવન માટે પ્રાર્થના કરીએ અને […]

કોર્પોરેટ ટ્રેનર મનોજભાઈ કલ્યાણી દ્વારા ઓનલાઈન કોમ્યુનિકેશન સ્કીલ્સ સેશનનું આયોજન, રાજકોટ તેમજ ઓનલાઈન તમામ પ્લેટફોર્મ પર તા.20 સપ્ટેમ્બર, શનીવારના રોજ સાંજે 05:00 વાગ્યે વિશિષ્ટ માર્ગદર્શન

મનોજભાઈ કલ્યાણી એક અનુભવી કોર્પોરેટ ટ્રેનર, એન્કર અને ઇન્ટરવ્યુઅર છે, જેમણે 33 વર્ષથી વધુનો વિવિધ પ્રકારનો વ્યાવસાયિક અનુભવ મેળવ્યો છે. તેઓ આઈ.આઈ.એમ અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, જેને  અકાદમિક શ્રેષ્ઠતા અને પ્રાયોગિક અનુભવોને જોડીને ટોંચ સુધીની સફર કરી છે. મનોજભાઈ કલ્યાણીએ 2000થી વધુ લોકોને તાલીમ આપી અને માર્ગદર્શન આપ્યું છે, જેના પરિણામે અનેક વ્યક્તિઓ વધુ મજબૂત […]

જલકથા પૂર્વે તૈયારીઓનો ધમધમાટ શરૂ : ટ્રસ્ટના અગ્રેસરો અને શુભેચ્છકોની પ્રથમ બેઠક મળી

જલકથાની સુચારૂ વ્યવસ્થા માટે વિવિધ કમિટીઓનું ગઠન : કથા પૂર્વે અનેકવિધ કાર્યક્રમો કરવા નિર્ણય રાજકોટના રેસકોર્સ મેદાન પર આગામી તારીખ 15, 16 અને 17 ડિસેમ્બર દરમિયાન દરરોજ રાત્રે 8 થી 12 દરમિયાન યોજાનારી આ જલકથાના અનુસંધાને તાજેતરમાં રાજકોટના નવા રીંગરોડ સ્થિત મુરલીધર ફાર્મ ખાતે ગીરગંગાના અગ્રણીઓ, શુભેચ્છકો તથા રાજકોટના પ્રથમ પંક્તિના સમાજ અગ્રેસરોની એક મિટિંગ […]

સંતો-મહંતોનાં વરદહસ્તે તા. 22, સપ્ટેમ્બર, સોમવારનાં રોજપ્રથમ નોરતેસાયલા મહાજન પાંજરાપોળ ખાતે ‘એનીમલ હોસ્પીટલ’ નું ખાતમુહર્ત કરાશે.

‘સાયલા મહાજન પાંજરાપોળ’ ની 2 એકર જગ્યામાં  સાડા સાત કરોડના માતબર ખર્ચે થશે ‘એનીમલ હોસ્પીટલ’ નું નિર્માણ. હજ્જારો અબોલ જીવોના અકાળે મૃત્યુ થતાં અટકશે. જીવદયા પ્રેમીઓને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ. સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા ગામની આસપાસનાં લગભગ 100 કિ.મી. વિસ્તારમાં પશુ સારવાર માટેની સુવિધાવાળી એનીમલ હોસ્પિટલ નથી અને આને લીધે લાખો જીવો સારવારનાં અભાવે મૃત્યુ પામે […]