ઉતરાયણ પર પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા જીવદયા પ્રેમી મા.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી સમગ્ર રાજયમાં ૧૦ મીથી કરૂણા અભિયાન. તા. ૨૦ જાન્યુઆરી સુધી સમગ્ર રાજયમાં કરૂણા અભિયાન યોજાશે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં જીવો-જીવવા દો-જીવાડોનો જીવદયા અભિગમ સાકાર થશે. રાજયભરમાં ૭૦૦ થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો ૬૨૦ થી વધુ તબીબો 5 હજારથી વધુ સેવાભાવી સ્વયંસેવકો ‘કરૂણા અભિયાન’ માં સહભાગી થશે. પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો વોટસએપ અને વેબસાઈટ દ્વારા મેળવી શકાશે. કરૂણા અભિયાન દરમિયાન સમગ્ર જીલ્લામાં “કરૂણા-૧૯૬૨’ ની ૨૨ એમ્બ્યુલન્સ, શ્રી કરૂણા ફાઉન્ડેશન […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































