ઉપરાષ્ટ્રપતિ પૂજ્ય મોરારી બાપૂની દિલ્હી રામકથામાં જોડાશે – જૈન આચાર્ય લોકેશજી

અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ અહિંસા વિશ્વ ભારતી દ્વારા આયોજિત પૂજ્ય મોરારી બાપૂની રામકથા અંગે ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન સાથે વિસ્તૃત ચર્ચા કરી અને તેમને રામકથામાં હાજરી આપવા આમંત્રણ પાઠવ્યું. માનનીય ઉપરાષ્ટ્રપતિશ્રીએ આમંત્રણ સ્વીકારી જણાવ્યું હતું કે, દિલ્હીમાં યોજાનારી પૂજ્ય મોરારી બાપૂની રામકથા ભારતીય સંસ્કૃતિ તથા અનેકતામાં એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. […]

મુકેશભાઈ પાબારીના આર્થિક સહયોગથીમોટા વડાળા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું ખાતમુહૂર્ત.

સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે કાલાવડ તાલુકાનું મોટા વડાળા ગામે પાણી સંચયને પ્રોત્સાહન આપવા માટે  સફળ ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઈ પાબારીના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેનાથી વરસાદનું પાણી જમીનના તળ માં સંગ્રહ થવાથી પાણીના લેવલ ખુબજ ઊંચા આવશે તેથી આજુબાજુમાં પશુ-પક્ષી, જીવજંતુ ના રક્ષણ માટે પ્રકૃતિ ખીલી ઉઠશે. અને ખેડૂતોને […]

ઉતરાયણ પર પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા જીવદયા પ્રેમી મા.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી સમગ્ર રાજયમાં ૧૦ મીથી કરૂણા અભિયાન. તા. ૨૦ જાન્યુઆરી સુધી સમગ્ર રાજયમાં કરૂણા અભિયાન યોજાશે.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં જીવો-જીવવા દો-જીવાડોનો જીવદયા અભિગમ સાકાર થશે. રાજયભરમાં ૭૦૦ થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો ૬૨૦ થી વધુ તબીબો 5 હજારથી વધુ સેવાભાવી સ્વયંસેવકો ‘કરૂણા અભિયાન’ માં સહભાગી થશે. પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો વોટસએપ અને વેબસાઈટ દ્વારા મેળવી શકાશે. કરૂણા અભિયાન દરમિયાન સમગ્ર જીલ્લામાં “કરૂણા-૧૯૬૨’ ની ૨૨ એમ્બ્યુલન્સ, શ્રી કરૂણા ફાઉન્ડેશન […]

ગૌ આધારિત “બ્રાઉન રેવોલ્યુશન”ના પુરસ્કર્તા ડૉ. વલ્લભભાઈ કથીરિયાની અયોધ્યા ધામમાં શ્રીરામ જન્મભૂમિ મંદિરની રામભક્તિ અને રાષ્ટ્રસેવા સાથે જોડાયેલી દિવ્ય દર્શન યાત્રા

ભારત સરકારના પૂર્વ મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયા દ્વારા અયોધ્યામાં સ્થિત શ્રીરામ જન્મભૂમિ મંદિર તીર્થ ક્ષેત્રની દિવ્ય મુલાકાત લેવામાં આવી હતી. હિન્દૂ ધર્મના ગૌરવનું પ્રતીક એવા આ પાવન તીર્થસ્થાને પહોંચતા જ ડૉ. કથીરિયાએ ગર્ભગૃહમાં બિરાજમાન રામલલા તથા ભવ્ય રામ દરબારના દર્શન કરી આધ્યાત્મિક આનંદ અને શાંતિનો અનુભવ કર્યો હતો. આશરે […]

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્વારા મકર સંક્રાતિ નિમીતે ચાઈનીઝ દોરા–ચાઈનીઝ તુકકલના વેંચાણ, સંગ્રહ અને ઉડાડવા પર પ્રતિબંધ મુકવા અને તેનું કડક અમલીકરણ કરાવવાગુજરાત સરકારશ્રીને રજુઆત કરાઈ.

એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની ગાઈડ લાઈન અને કેન્દ્રીય ગ્રીન ટ્રીબ્યુનલનાં નિર્દેશ અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર સંક્રાતિ નિમિતે સ્કાય લેન્ટર્ન ચાઈનીઝ તુકકલનાં વેચાણ, સંગ્રહ અને ઉડાવવા પર તાત્કાલીક સમગ્ર ગુજરાતમાં પ્રતિબંધ મુકવા અને તેનું કડક અમલીકરણ કરાવવાશ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન રાજકોટ દ્રારા ગુજરાત સરકારશ્રીના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી  મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ […]

“પ્રજાસત્તાક દિવસ”  તથા “ગાંધી નિર્વાણ દિવસ” નિમીતે નોનવેજના વેચાણ બંધ રાખવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને એનીમલ હેલ્પલાઈનની રજૂઆત

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનીમલ હેલ્પલાઈન દ્વારા તા.26 જાન્યુઆરી, સોમવારના રોજ પ્રજાસત્તાક દિવસ તથા તા.30 જાન્યુઆરી, શુક્રવારના રોજ ” ગાંધી નિર્વાણ દિવસ’ નીમીતે રાજ્યનાકતલખાના, ઇંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારના જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી  ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 26 જાન્યુઆરીએ ભારતનો પ્રજાસત્તાક દિવસ (Republic Day) ઉજવાય છે, કારણ […]

જૈન આચાર્ય લોકેશજી અને દિલ્હીની મુખ્યમંત્રી વચ્ચે પૂજ્ય મોરારી બાપૂની દિલ્હી ખાતે યોજાનારી રામકથા અંગે ચર્ચા કરી

પૂજ્ય મોરારી બાપૂના શ્રીમુખેથી રામકથા શ્રવણ કરવું સૌભાગ્યની બાબત – મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી અમેરિકા, બ્રિટન સહિત વિવિધ દેશો તથા ભારતના અનેક રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ ભાગ લેશે – આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સંસ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ દિલ્હીની મુખ્યમંત્રી માનનીય શ્રીમતી રેખા ગુપ્તાજી સાથે મુલાકાત કરી અને 17 થી 25 જાન્યુઆરી દરમિયાન ભારત […]

5 જાન્યુઆરી, “ગુરુ ગોવિંદસિંહ જયંતી“

ધાર્મિક સામાજિક ચેતનાના પૂંજ, મહાન તપસ્વી, મહાન યોદ્ધા, મહાન કવિ, રાષ્ટ્રીય એકતાનો આદર્શ આપનાર, ભકિત અને શકિતનો સુમેળ સાધી પ્રજામાં સ્વાભિમાન અને સ્વધર્મ સન્માન માટે મરી ફીટવાની ભાવના જગાડનાર, સર્વવંશદાની એવા શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહજીનો જન્મ દિવસ. તેમણે ભારતના પૂર્વાચલમાં ગંગાતટે સ્થિત ઐતિહાસિક નગર પાટલીપુત્ર-પટનામાં માતા ગુજરીજી અને પિતા ગુરુ તેગબહાદુરજીને ત્યાં જન્મધારણ કર્યો અને દક્ષિણમાં નંદગિરિ-નાંદેડમાં દેહલીલા સંકેલી. […]

ગિરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચય અભિયાનને બિરદાવતા સાળંગપુરના હરિપ્રસાદ સ્વામીજી

ગિરગંગા ટ્રસ્ટના ભગીરથ કાર્યોથી ખેડૂતો અને પ્રકૃતિનું કલ્યાણ થશે: હરિપ્રસાદ સ્વામી રાજકોટમાં સંપન્ન થયેલ હનુમાન કથા દરમિયાન ગત શનિવારે સાળંગપુરના સુપ્રસિદ્ધ હરિપ્રસાદ સ્વામીજીએ ગિરગંગા પરિવાર ટ્રસ્ટની કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સ્વામીજીએ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી જળસંચયની પ્રવૃત્તિઓને પ્રત્યક્ષ નિહાળી આશીર્વચન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગિરગંગા પરિવાર ટ્રસ્ટ સૌરાષ્ટ્રમાં જળક્રાંતિ માટે વિખ્યાત સ્વેચ્છિક […]

GCCI ગૌકુલમ વિશેષ સંવાદમાં ડો. વલ્લભભાઈ કથીરિયાના “બ્રાઉન રેવોલ્યુશન”ના વિચારને શ્રી ભારતસિંહ રાજપુરોહિતે આપ્યું મજબૂત સમર્થન

“બ્રાઉન રેવોલ્યુશન”થી આત્મનિર્ભર ભારત તરફ – GCCI ગૌકુલમ વિશેષ સંવાદમાં ભારતસિંહ રાજપુરોહિતે રજૂ કર્યા પોતાના વિચારો GCCI દ્વારા આયોજિત ગૌકુલમ વિશેષ સંવાદ અંતર્ગત તા.૦૩-૦૧-૨૦૨૬, શનિવારે સાંજે ૭:૦૦ કલાકે “ગૌ આધારિત અર્થવ્યવસ્થાના સંદેશાવાહક” એવા શ્રી ભારતસિંહ રાજપુરોહિત (સંસ્થાપક – Animal Welfare & Agriculture Research Institution – AWARI) સાથે વિશેષ સંવાદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય […]