‘સાયલા મહાજન પાંજરાપોળ’ ની 2એકર જગ્યામાં સાડા સાત કરોડના માતબર ખર્ચે નિર્માણ પામી રહેલ ‘એનીમલ હોસ્પીટલ’ નું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.
‘એનીમલ હોસ્પીટલ’ બનવાથી હજ્જારો અબોલ જીવોના અકાળે મૃત્યુ થતાં અટકશે. સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા ગામની આસપાસનાં લગભગ 100 કિ.મી. વિસ્તારમાં પશુ સારવાર માટેની સુવિધાવાળી એનીમલ હોસ્પિટલ ન હોવાના કારણે લાખો જીવો સારવારનાં અભાવે મૃત્યુ પામે છે. આથી સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા ઘાયલ / માંદા પશુઓને સમયસર અદ્યતન સારવાર આપવાના હેતુથી અંદાજિત 7.50 કરોડ રૂ. ના ખર્ચે […]




























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































