જળસંચયના મહાયજ્ઞમાં આહુતિ: ડો. ગોસ્વામીના પુત્રના લગ્નની ‘વધાવા’ની રકમ ગીરગંગા ટ્રસ્ટને અર્પણ કરશે
કણસાગરા મહિલા કોલેજના પ્રોફેસરનો અનુકરણીય નિર્ણય સમાજ અને રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં લોકભાગીદારી વધારવા પ્રેરક પહેલ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પાણીના તળ ઊંચા લાવવાના અને જળસમૃદ્ધિના સંકલ્પ સાથે કાર્યરત રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના રાષ્ટ્રીય અભિયાનને વધુ બળ આપવા માટે પ્રોફેસર ડો. યશવંત ગોસ્વામી દ્વારા એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. રાજકોટની કણસાગરા મહિલા કોલેજના પ્રોફેસર […]































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































