મકરસંક્રાંતિના પવિત્ર પર્વ નિમીતે નોનવેજના વેચાણ બંધ રાખવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને એનીમલ હેલ્પલાઈનની રજૂઆત
શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનીમલ હેલ્પલાઈન દ્વારા તા.14 જાન્યુઆરી, બુધવારના રોજ મકરસંક્રાંતિના પવિત્ર પર્વ નીમીતે કતલખાના, ઇંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારના જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિનો તહેવાર ઊજવવામાં આવે છે. તે આબાલવૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે. આ દિવસે સૂર્ય મકર […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































