ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પાણી બચાવો અભિયાન માં ચાલો, આપણે સૌ આપણા વતન માં એક જલ મંદિર બનાવીએ,જે વરસાદી પાણી થી વર્ષો વર્ષ સુધી પશુ-પક્ષી, પર્યાવરણ અને જન –જન ની સેવા કરશે.
આજ જયારે લોકો દિવસે દિવસે પ્રકૃતિથી દુર જતા જાય છે, અને દેખાદેખી ના હિસાબે ભભકાદાર જીવન બીજાને બતાવવા માટે દોટ લાગી છે. ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાના મોટા ભાઈ કાલાવડ ગામે શિક્ષણ સંકુલ સાથે સંકળાયેલા વિઠલભાઈ નાનજીભાઈ સખીયાનો પુત્ર મંદીપ સખીયા હાલ ઓસ્ટ્રેલીયામાં રહે છે, અને જેના રાજકોટમાં રહેતા કિશોરભાઈ મનજીભાઈ પાંભર […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































