જળસંચય માટે સમર્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજિત ડો. કુમાર વિશ્વાસની જલકથામાં તન-મન અને ધનથી જોડાવા સી.આર.પાટીલનું આહવાન
રાજકોટના ઉદ્યોગપતિઓ અને આગેવાનો સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલે કરી બેઠક ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જલકથા માટેની તૈયારીઓ અને આયોજનની કરી સમીક્ષા ‘6 સપ્ટેમ્બર, 2024ના દિવસે ભારતના વિઝનરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાણી બચાવ માટે કરેલા ‘જળસંચય જનભાગીદારી’ના આહવાનનો ગીરગંગા પરિવાર ટ્રસ્ટે અદભુત પડઘો પાડ્યો છે. સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા થતા જળસંચય અભિયાનના કાર્યમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































