શ્રી અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ના ઉપક્રમે રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી ફોરેન ગ્રુપ માટે તથા વિદેશ જવા ઈચ્છુક ઉમેદવારો માટે પરીચય મેળો યોજાયો. સમગ્ર વિશ્વમાંથી 145લગ્નોત્સુક એન.આર.આઈ.રઘુવંશીયુવક-યુવતીઓએ ભાગલીધો હતો.
રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્વારા ૨૩ વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક ‘રઘુવંશી વૈવિશાળ માહિતી કેન્દ્ર’ ચલાવવામાં આવે છે. અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણીના માર્ગદર્શનમાં રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી ફોરેન ગ્રુપ તેમજ ફોરેન જવા માંગતા ઉમેદવારો માટે ‘પરીચય મેળા’ નું આયોજન કરાયું હતું. પરિચય મેળામાં આશરે 80 […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































