એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા ‘પશુ-પક્ષી કલ્યાણ પખવાડિયું’ તા. 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ઉજવવાનું જાહેર કરાયું.એનિમલ વેલફેર બોર્ડનાં ડૉ. ગિરિશ શાહ દ્વારા દેશવાસીઓને ‘પશુ-પક્ષી કલ્યાણ પખવાડિયા’ની ઉજવણીમાં સહકાર આપવા વિનંતી કરાઈ.
એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા ‘પશુ-પક્ષી કલ્યાણ પખવાડિયું’ તા. 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજન તથા કેન્દ્ર સરકાર દ્વારા પણ શ્રેષ્ઠ જીવદયા સંસ્થાનો એવોર્ડ વિજેતા અને નિઃશુલ્ક પશુ—પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની પ્રથમ ક્રમાંકની સંસ્થા શ્રી […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































