પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નિધન બદલ ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવતા પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા અને મહિલા સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજીકા શ્રીમતિ કાંતાબેન કથીરિયા
અમારા સાથી, સહયોગી અને ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના આકસ્મિક નિધનના સમાચારથી અમે ખૂબ જ દુઃખી અને હૃદયદ્રાવી છીએ. તેમના અવસાનથી એક સરળ, નિષ્ઠાવાન અને જનસેવાને સમર્પિત કર્મયોગી નેતાના જવાથી ગુજરાત તેમજ રાજકોટ શોકમગ્ન છે. અમારા પરિવાર અને વિજયભાઈના પરિવારના સંબંધો રાજકીય મંચથી વિશેષ રહ્યા છે. અમારે એકસાથે ભાજપના સંગઠન અને સંઘ પરિવાર […]








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































