2 ફેબ્રુઆરી, “વસંતપંચમી”
દર વર્ષે માઘ મહિનામાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, રાધા અને માતા સરસ્વતીને પીળા રંગનાં વસ્ત્રો અને ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ-દીપ અને જળ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે. વસંત પંચમીનો તહેવાર ’સરસ્વતી પૂજા’, ’શ્રી પંચમી’, ’જ્ઞાન પંચમી’ તરીકે પણ ઓળખાય છે. હિંદુ સંસ્કૃતિમાં વસંત પંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે. આ દિવસને લઈને એવી માન્યતા […]















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































