શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે,રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવપૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડા (રામપાતર)અને ગાયોની પાણી પીવાની કુંડીનું બારે મહિના નિઃશુલ્ક વિતરણ.
તા. 20 માર્ચ, ગુરુવારનાં રોજ રેસકોર્સ – ક્રિકેટ સ્ટેડિયમ ગેટ ખાતે, તા. 21 માર્ચ, શુક્રવારનાં રોજ મવડી ચોક 150 ફૂટ રિંગ રોડ ખાતે, તા. 22 માર્ચ, શનિવારનાં રોજ આનંદ બંગલા ચોક ખાતે, તા. 23 માર્ચ, રવિવારનાં રોજ નાગેશ્વર પાર્શ્વનાથ મંદિર ખાતે, તા. 24 માર્ચ, સોમવારનાં રોજ ધારેશ્વર મંદિર – ભક્તિનગર સર્કલ ખાતે, તા. 25 માર્ચ, […]















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































