GCCI દ્વારા આયોજીત ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝમાં “ગૌ આધારિત અર્થ વ્યવસ્થા અને સમૃધ્ધ વિકાસ” વિષય પર ભારત સરકારના પૂર્વ સચિવ અને ગૌ આધારિત જીવનશૈલીના સમર્થક ભાઈ કમલાનંદ (ડૉ. કમલ ટાઉરી, નિવૃત્ત IAS) સાથે વિશેષ સંવાદનું તા.૧૭-૦૧-૨૦૨૬, શનિવાર ના રોજ બપોરે ૦૪:૦૦ કલાકે આયોજન.
ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા ને વેગ આપવા “ગૌ આધારિત અર્થ વ્યવસ્થા […]




























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































