5 જાન્યુઆરી, “ગુરુ ગોવિંદસિંહ જયંતી“
ધાર્મિક સામાજિક ચેતનાના પૂંજ, મહાન તપસ્વી, મહાન યોદ્ધા, મહાન કવિ, રાષ્ટ્રીય એકતાનો આદર્શ આપનાર, ભકિત અને શકિતનો સુમેળ સાધી પ્રજામાં સ્વાભિમાન અને સ્વધર્મ સન્માન માટે મરી ફીટવાની ભાવના જગાડનાર, સર્વવંશદાની એવા શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહજીનો જન્મ દિવસ. તેમણે ભારતના પૂર્વાચલમાં ગંગાતટે સ્થિત ઐતિહાસિક નગર પાટલીપુત્ર-પટનામાં માતા ગુજરીજી અને પિતા ગુરુ તેગબહાદુરજીને ત્યાં જન્મધારણ કર્યો અને દક્ષિણમાં નંદગિરિ-નાંદેડમાં દેહલીલા સંકેલી. […]

































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































