વિશ્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર મોરારિબાપુનીપ્રેરણાથી તલગાજરડા બની રહ્યું છે સૌરગ્રામ
રામકથાનાં સરળ માધ્યમથી વિશ્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર મોરારિબાપુની પ્રેરણાથી તેમનું વતન તલગાજરડા સૌરગ્રામ બની રહ્યું છે. ધર્મપ્રેમી ઉદ્યોગપતિ દાતા ( શિવમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ) ઘનશ્યામભાઈ શંકરનાં મનોરથ સહયોગ સાથે આ પ્રકલ્પનો શુભારંભ થયો છે. મહુવા પાસેનું તલગાજરડા ગામ એટલે મોરારિબાપુનું ગામ. આ ગામ હવે સૂર્ય ઉર્જાથી ઝળહળાટ કરતું થશે. પ્રારંભિક તબક્કે અહીંના ચાર સો […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































