મહા શિવરાત્રીએ કતલ ખાના બંધ રાખવા કોર્પોરેશનનું જાહેરનામુ
આગામી મહાશિવરાત્રી નીમીતે ૨૬મી ફેબ્રુઆરીના રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના તલખાનાઓ બંધ રાખવા પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ અંગેનું જાહેરનામું મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરાએ પ્રસિધ્ધ કર્યુ છે. જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ. સી. એકટ ૧૯૪૯ ની કલમ ૩૨૯ અને ૩૩૬ તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































