રાજયના જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી મકર સંક્રાંતિએ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઇન દ્વારા ”કરુણા અભિયાન–૨૦૨૫” નાં ૯–કંટ્રોલ રૂમનો જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીના હસ્તે વિધિવત પ્રારંભ કરાશે. મુખ્યમંત્રીશ્રીએ ”કરુણા અભિયાન–૨૦૨૫” ને શુભેચ્છા પાઠવી, રૂબરૂ આવવાની પણ શક્યતા.
રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુથવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારાજીવદયાપ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી મુળુભાઈ બેરા, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલનામાર્ગદર્શનમાં ‘કરુણા અભિયાન‘ શરૂ કરાશે. તા. ૧૦ મી થી તા. […]































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































