સૌરાષ્ટ્રમાં જળક્રાંતિનો નવો અધ્યાય: ગીરગંગા પરિવાર અને મારવાડી યુનિવર્સિટી વચ્ચે ઐતિહાસિક એમઓયુમારવાડી યુનિવર્સિટીના 17,000 વિદ્યાર્થીઓ જળસંચયના ભગીરથ કાર્યમાં બનશે સહભાગીગીરગંગાના સહયોગમાં ભૂગર્ભ જળ રિચાર્જ કરી ધરતીને હરિયાળી બનાવવાનો સંકલ્પ
સૌરાષ્ટ્રની તરસ છીપાવવા અને જળસંકટને કાયમી ધોરણે દૂર કરવાના મિશન સાથે કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર મારવાડી યુનિવર્સિટી વચ્ચે એક મહત્વપૂર્ણ એમઓયુ કરવામાં આવ્યા છે. આ ભાગીદારી હેઠળ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવતા જળ સંચયના વિવિધ પ્રોજેક્ટ્સમાં મારવાડી યુનિવર્સિટી સક્રિયપણે જોડાશે.આ એમઓયુ મુજબ મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 17,000થી વધુ વિદ્યાર્થીઓ […]

































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































