જીવદયા પ્રેમી મેયર નયનાબેન પેઢડીયાએ પોતાના જન્મદિનની ઉજવણી વિવિધ જીવદયા પ્રવૃત્તિઓ સાથે કરી મેયર નયનાબેન પેઢડીયાના જન્મદિન નિમિતે એનીમલ હેલ્પલાઈન દ્વારા પક્ષીઓ માટે નિઃશુલ્ક કુંડા-માળા વિતરણ કરાયુ
રાજકોટ શહેરના જીવદયા પ્રેમી તથા રાજકોટના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી નયનાબેન વિનોદભાઈ પેઢડીયાના જન્મદિન નિમિત્તે રેસકોર્ષ રીંગ રોડ સ્થિત મેયર બંગલા ખાતે પક્ષીઓ માટે નિઃશુલ્ક કુંડા અને માળા વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. આ આયોજન શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા, […]








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































