સમગ્ર ભારતભરના જૈનોમાં નવમ – દશમ – અગિયારસ પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મદિક્ષા કલ્યાણ નિમિત્તે વિશિષ્ટ ભક્તિ એટલે આ વર્ષે તા. 13, 14, 15 શનિવાર, રવિવાર, સોમવારે અદભુત ભક્તિનો માહોલ સર્જાશે.
મુંબઈમાં જ દસ હજારથી વધારે લોકો ત્રણ દિવસના ઉપવાસ એટલે કે અઠ્ઠમ કરશે. શંખેશ્વરમાં તો પચ્ચીસ હજારથી વધુ લોકો આવી અઠ્ઠમની ભક્તિ કરે છે. આ 24ના આ 23મા પાર્શ્વનાથ પ્રભુનો અપરંપાર મહિમા છે કારણ કે તેમના અધિષ્ઠાય દેવો આજે પણ જાગૃત છે. જગ જયવંત અને જીવંત છે. સમતાદાયક પાર્શ્વનાથ પ્રભુની સાધનાથી સમાધિ મૃત્યુ મળે છે […]






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































